ડાયમંડ નગરી સુરત માં કરોડોના મહામારી નું સંક્રમણ ચિંતાજનક રીતે વઘી રહ્યું છે. ડાયમંડ ઉદ્યોગ પણ તંત્ર ને પૂરતો સહકાર આપી રહ્યો છે. પરંતુ હવે ઉદ્યોગ માટે પણ આ ગાઇડલાઇનથી ચાલુ રાખવું ખુબ જ મુશ્કેલ છે.
SDA માં અનેક ટેલીફોનીક તથા લેખીત રજૂઆતો SOP માં સામાન્ય સુધારા બાબતે આવેલ છે.
આ બાબત ને લઇને કમિશનર શ્રી તથા મેયર શ્રી તથા વિવિધ રાજકીય આગેવાનોને છેલ્લા 10 દિવસથી લેખીત તેમજ રુબરુ રજૂઆત કરવામાં આવેલ છે,પરંતુ હજુ કોઇ હકારાત્મક જાહેરાત તંત્ર દ્વારા કરવામાં આવેલ નથી.
અમોએ નીચે મુજબ ના સુધારા કરવા વિનંતી કરેલ છે.
1.ડાયમંડ બજાર નો સમય સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી કરવા બાબત.
2.કારખાનામાં એક ધંટી પર બે કારીગરો ને કામ કરવાની પરવાનગી આપવા બાબત.
સુરત ડાયમંડ મેન્યુફેકચરીંગ નું હબ હોવાથી કાચા માલ પર પર પ્રોસેસ કયાઁ પછી ગામડાઓમાં પોલીશીંગ માટે માલ મોકલવામાં આવે છે. અહીંની ઓફિસો બંધ હોવાથી પ્રોસેસ પણ બંધ છે પરિણામે ગામડાઓમાં અનેક યુનિટો બંધ થયા હોઇ કારીગરો બેકાર બન્યા છે. આખરે જાન અને જહાન બંને બચાવવા જરૂરી છે. આ અંગે SOP માં સુધારો કરી ઉદ્યોગ ની મુશ્કેલી દુર કરવા લાગતા વળગતા ને વિનંતી.
લી.
બાબુભાઈ વીડિયા,
મંત્રી
સુરત ડાયમંડ એસોસિએશન